القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن أوقات الصلاة فهرس الموقع

અકીદાના પ્રકાર

મારો પાલનહાર અલ્લાહ છે તે અલ્લાહ, જે પોતાની કૃપાથી સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે,

દલીલ : અલ્લાહ તઆલા કહે છે : દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. ૨ (સૂરે ફાતિહા : ૨ )

જ. મારો દીન ઇસ્લામ છે, અને તે એ કે અલ્લાહ માટે તોહીદનો સ્વીકાર કરવો અને તેની ઇતાઅત (અનુસરણ) કરવી અને શિર્કના દરેક માર્ગોનો ઇન્કાર કરવો.

અલ્લાહ તઆલા કહે છે : ખરેખર અલ્લાહની નજીક માન્ય દીન ફક્ત એક જ છે, અને તે છે ઇસ્લામ..... (સૂરે આલિ ઇમરાન: ૧૯).

જ. મુહમ્મદ ﷺ .

અલ્લાહ તઆલા કહે છે : (મુહમ્મદ અલ્લાહના રસૂલ છે.....) ( સૂરે ફતહ : ૨૯ )

તોહીદ માટે કલિમો 'લા ઇલાહ ઈલ્લલાહુ' અને તેનો અર્થ થાય છે કે સાચો ઇલાહ (માબૂદ) કોઈ નથી સિવાય અલ્લાહના (અલ્લાહ સિવાય સાચો ઇલાહ કોઈ નથી)

અલ્લાહ તઆલા કહે છે : (બસ ! તમે સારી રીતે જાણી લો કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી....) (સૂરે મુહમ્મદ : ૧૯)

જ. અલ્લાહ તઆલા આકાશોમાં અર્શની ઉપર છે, દરેક સર્જન કરતા ઉપર, અલ્લાહ તઆલા કહે છે : (રહમાન અર્શ પર બીરાજમાના છે. ૫ ) સૂરે તાહા: ૫ અને કહ્યું : ( તે પોતાના બંદાઓ પર સપૂર્ણ અધિકાર ધરાવે છે, અને તે હિકમતવાળો અને દરેક વસ્તુની ખબર રાખવાવાળો છે. ૧૮ ) (સૂરે અનઆમ : ૧૮ )

જ. તેનો અર્થ થાય છે કે અલ્લાહ તઆલા મુહમ્મદને સમગ્ર સૃષ્ટિ માટે ખુશખબર આપનારા તેમજ ડરાવનારા બનાવી મોકલ્યા છે.

અને જરૂરી છે કે

૧. તે જે વસ્તુનો આદેશ આપે તેના પર અમલ કરવો જરૂરી છે.

૨. જે વસ્તુની જાણ આપે તેની પુષ્ટિ કરવી પણ જરૂરી છે.

૩. તેમની અવજ્ઞા કરવાથી બચવું પણ જરૂરી છે.

૪. શરીઅત પ્રમાણે અલ્લાહની બંદગી કરવી જરૂરી છે, અને તે સુન્નતનું અનુસરણ કરી અને બિદઅતને છોડીને થઇ શકે છે.

અલ્લાહ તઆલા કહે છે,

(જેણે રસૂલની ઇતાઅત કરી તેણે અલ્લાહની ઇતાઅત કરી...... ) (સૂરે નિસા : ૮૦)

અને અલ્લાહ તઆલા કહે છે : તે પોતાની ઈચ્છા પ્રમાણે કઈ પણ નથી કહેતા ૩ જે કઈ પણ તેઓ કહે છે તે તો વહી છે, જે તેમના પર ઉતારવામાં આવે છે. ૪ (સૂરે નજ્મ : ૩-૪ ). અને પ્રભુત્વશાળી અલ્લાહ કહે છે : (મુસલમાનો !) તમારા માટે અલ્લાહના રસૂલ (ની હસ્તીમાં) ઉત્તમ આદર્શ છે, જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસની આશા રાખતો હોય, અને જે અલ્લાહને વધુમાં વધુ યાદ કરતો હોય. ૨૧ (સૂરે અહઝાબ : ૨૧ )

જ. અલ્લાહ તઆલાએ આપણા સૌને એટલા માટે પેદા કર્યા કે તેની સાથે કોઈને શરીક કર્યા વગર ફક્ત તેને જ ઇબાદત કરીએ.

મનેચ્છા અને રમત-ગમત માટે નહિ,

અલ્લાહ તઆલા કહે છે: મેં જીનો અને ઇન્સાનોને એટલા માટે પેદા કર્યા કે તેઓ ફક્ત મારી જ બંદગી કરે. ૫૬ સૂરે ઝારીયાત : ૫૬

જ. ઇબાદત એક વ્યાપક શબ્દ છે, જેમાં તે દરેક કામ જેને અલ્લાહ પસંદ કરે અને તેનાથી તે ખુશ થતો હોય, તે કામ જબાન વડે પણ હોય અથવા જાહેર અને છુપી રીતે પણ હોય શકે છે.

જાહેર રીતે : ઉદાહરણ તરીકે જબાન વડે અલ્લાહનો ઝિકર, જેમાં તેની તસ્બિહ, તેની પ્રશંસા અને તેની તકબીર અને નમાઝ તેમજ હજ વગેરે જેવી ઇબાદતો.

છુપા કાર્યો : ઉદાહરણ તરીકે ભરોસો, ખોફ (ડર) અને આશા ,

જ. આપણી સૌથી મોટી ફરજ: અલ્લાહ તઆલાની તોહીદ છે.

જ. ૧. તોહીદે રૂબૂબિય્યત : અને તે એ કે અલ્લાહ પર તેના સર્જનહાર, રોજી આપનાર, માલિક અને વ્યસ્થાપક હોવા પર ઈમાન લાવવું તે એકલો જ છે તેનો કોઈ ભાગીદાર નથી.

૨. તોહીદે ઉલુહિય્યત : અને એ કે ઈબાદત ફક્ત તેની જ કરવી, અને તેની ઈબાદત કરવામાં કોઈને પણ ભાગીદાર ન ઠહેરાવવું.

૩. તોહીદે અસ્માવ સિફાત : અને એ કે અલ્લાહના નામો અને તેના ગુણો પર ઈમાન લાવવું, તે નામો અને ગુણો જે અલ્લાહની કિતાબ કુરઆનમાં અને સુન્નતમાં વર્ણન થયા હોય, તેનું ઉદાહરણ અને ઉપમા આપ્યા વગર તેમજ કોઈ વિક્ષેપ કર્યા વગર.

અને તોહીદનાં ત્રણેય પ્રકારની દલીલ : અલ્લાહ તઆલા કહે છે: તે આકાશો અને ધરતી તેમજ તે બન્નેની વચ્ચે જે કઈ પણ છે, તેનો માલિક છે, એટલા માટે તેની બંદગી કરો, અને તેની બંદગીમાં અડગ રહેશો, શું તમેં તેના જેવો (અન્યનું) નામ જાણો છો? ૬૫ (સૂરે મરયમ : ૬૫ )

જ. અલ્લાહ સાથે શિર્ક કરવું.

અલ્લાહ તઆલા કહે છે. નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે, અને જે અલ્લાહ તઆલા સાથે શિર્ક કરશે, તો તેણે ઘણું જ મોટું પાપ અને જુઠાણું ઘડ્યું.૪૮ સૂરે નીસા : ૪૮

જ. શિર્ક અર્થાત ઈબાદતના પ્રકાર માંથી કોઈ પણ પ્રકારમાં અલ્લાહને છોડીને અન્યની બંદગી કરવી.

તેના પ્રકાર :

શિર્કે અકબર : ઉદાહરણ તરીકે અલ્લાહને છોડીને બીજાને પોકારાવા, અથવા અલ્લાહને છોડીને બીજા માટે સીજદો કરવો, અથવા અલ્લાહને છોડીને અન્ય માટે ઝબહ કરવું,

શિર્કે અસગર : ઉદાહરણ તરીકે, અલ્લાહને છોડીને બીજાની કસમ ખાવી, અથવા તઅવીઝ પહેરવું, જે ફાયદો પહોચાડવા અથવા નુકસાનથી બચવા માટે લગાવેલા હોય, અથવા તો રીયાકારી (દેખાડો કરવો) જેવું કે લોકો તેની તરફ જુએ તો નમાઝ સારી રીતે પઢવી.

જ. અલ્લાહના સિવાય બીજું કોઈ પણ ગેબનું ઇલ્મ નથી જાણતું.

અલ્લાહ તઆલા કહે છે. તમે તેમને કહી દો : કે અલ્લાહ સિવાય આકાશો અને ધરતીની છુપી વસ્તુઓને કોઈ નથી જાણતું, તેમને તો એ પણ ખબર નથી કે તેઓની ક્યારે ઉઠાવવામાં આવશે. ૬૫ (સૂરે નમલ : ૬૫ )

જ. ૧. અલ્લાહ પર ઈમાન

૨. ફરિશ્તાઓ પર ઈમાન

૩. તેની કિતાબો પર ઈમાન

૪. તેના રસૂલો પર ઈમાન

૫. આખિરતના દિવસ પર ઈમાન

૬. સારી અને ખરાબ તકદીર પર ઈમાન

દલીલ : પ્રખ્યાત હદીષ જેને હદીસે જિબ્રઈલ કહેવામાં આવે છે, જિબ્રઈલે આપ

صَلَّىٰ اللهُ عَلَيْهِ وَسَلَّمَ: ને કહ્યું મને ઈમાન વિશે જણાવો, આપ صَلَّىٰ اللهُ عَلَيْهِ وَسَلَّمَ એ કહ્યું અલ્લાહ પર ઈમાન લાવવું, ફરિશ્તાઓ પર ઈમાન, કિતાબો પર ઈમાન, રસૂલો પર ઈમાન, આખિરતના દિવસ પર ઈમાન, સારી અને ખરાબ તકદીર પર ઈમાન લાવવું.

જ. અલ્લાહ પર ઈમાન :

ઈમાન લાવવું કે અલ્લાહ જ પેદા કરવાવાળો છે, તે જ રોજી આપનાર છે, તે સમગ્ર સૃષ્ટિનો એકલો જ માલિક અને વ્યવસ્થાપક છે.

અને તે જ ઇલાહ (માબૂદ) ઈબાદત કરવાને લાયક છે. તેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી.

અને તે ખૂબ પ્રભુત્વશાળી અને મોટો છે, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત તેના માટે જ છે, અને તેના માટે જ સારા સારા નામો અને પવિત્ર ગુનો છે. તેનો કોઈ શરિક નથી, તેના જેવી કોઈ વસ્તુ નથી, તે પવિત્ર છે.

ફરિશ્તાઓ પર ઈમાન

તેઓ પણ અલ્લાહની એક મખ્લુક (સર્જન) જ છે, અલ્લાહ તઆલાએ તેમને નૂરથી પેદા કર્યા, અને પોતાની ઈબાદત કરવા માટે અને તેના આદેશનો સપૂર્ણ રીતે અનુસરણ કરવા.

તેમાંથી જિબ્રઈલ અ.સ. જેઓ પયગંબરો પર અલ્લાહ તરફથી વહી લઈને આવતા હતા.

કિતાબો પર ઈમાન

તે દરેક કિતાબો જે રસૂલો પર અલ્લાહ તરફથી ઉતારવામાં આવી હોય.

જેવું કે કુરઆન મુહમ્મદ ﷺ

ઈન્જીલ : ઈસા અ.સ. પર

તોરાત : મૂસા અ.સ. પર

ઝબૂર : દાવૂદ અ.સ. પર

ઇબ્રાહિમ અને મૂસાના સહિફા : ઇબ્રાહિમ અ.સ. અને મૂસા અ.સ. પર

રસૂલો પર ઈમાન :

તે લોકો જેમને અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને શીખવાડવા માટે મોકલ્યા હતા, તેમજ ભલાઈ અને જન્નતની ખુશખબર આપવા અને બુરાઈ તેમજ જહન્નમથી સચેત કરવા મોકલ્યા હતા,

તેમના માંથી સોથી શ્રેષ્ઠ : ઉલૂલ્ અઝમ : અને તે આ પ્રમાણે છે

નૂહ عَلَيْهِ السَّلَامُ

ઇબ્રાહીમ عَلَيْهِ السَّلَامُ

મૂસા عَلَيْهِ السَّلَامُ

ઈસા عَلَيْهِ السَّلَامُ

મુહમ્મદ ﷺ

આખિરતનાં દિવસ પર ઈમાન

મૃત્યુ પછી કબરની સ્થિતિ, કયામતનો દિવસ, જ્યારે ઉઠાવવામાં આવશે તે દિવસ પર અને હિસાબ કીતાબના દિવસ પર ઈમાન, જયારે જન્નતી લોકો પોતાના ઘરોમાં અને જહન્ન્મી લોકો પોતાની જગ્યાએ આબાદ હશે,

સારી અને ખરાબ તકદીર પર ઈમાન

તકદીર : તે વાતનો સ્વીકાર કે સૃષ્ટિ માં જે કઈ પણ થઇ રહ્યું છે તેની સપૂર્ણ જાણ અલ્લાહ તઆલાને છે, અને એ પણ કે અલ્લાહ તઆલાએ પહેલાથી જ લોહે મહફૂઝમાં લખી રાખ્યું છે, અને સૃષ્ટિમાં થવું અને સર્જન થવું તે બધું જ તેની ઈચ્છા પ્રમાણે થાય છે.

અલ્લાહ તઆલા કહે છે : (નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.૪૯) (સૂરે કમર : ૪૯)

આનાં ચાર દરજ્જા છે.

પહેલું : અલ્લાહનું ઇલ્મ : જેમાં દરેક વસ્તુનું સપૂર્ણ જાણ, તેના અસ્તિત્વ થતા પહેલાની પણ જાણ અને અસ્તિત્વ થઈ ગયા પછીની પણ જાણ

દલીલ : અલ્લાહ તઆલા કહે છે: નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે.૩૪) સૂરે લુકમાન : ૩૪

બીજું : એ કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ લોહે મહફૂઝ માં લખીને રાખ્યું છે, જેટલી પણ વસ્તુ થઇ ગઈ છે અને જેટલી પણ વસ્તુ થવાની છે તે બધું જ કિતાબમાં લખેલું છે.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે. અને ગેબની ચાવીઓ તો અલ્લાહ તઆલા પાસે જ છે, અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને ન તો ઝમીનના અંધકારમાં કોઇ દાણો એવો છે, જેને તે જાણતો ન હોય, અને જે કંઈ પણ ભીનું હોય અથવા સૂકું બધું જ ખુલ્લી કિતાબમાં લખેલુ છે.૫૯ સૂરે અનઆમ: ૫૯

ત્રીજું : એ કે દરેક વસ્તુ અલ્લાહની ઈચ્છા પ્રમાણે જ થતી હોય છે, કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ અને સર્જન થઇ શકતું માંથી જ્યાં સુધી કે અલ્લાહ તઆલાની ઈચ્છા ન હોય.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે : (ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે. ૨૮ અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો.૨૯ સૂરે તકવીર; ૨૮-૨૯

ચોથું : સમગ્ર સૃષ્ટિ તે અલ્લાહની મખ્લૂક છે, અલ્લાએ જ તેમનું સર્જન કર્યું છે, તેમનું અસ્તિત્વ, તેમની અંદરના ગુણો, તેમની હરકતો, અને તેમની અંદરની દરેક વસ્તુઓને અલ્લાહએ જ પેદા કરી.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે : જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.૯૬ સૂરે સોફફાત : ૯૬

જ: તે અલ્લાહનું કલામ છે, મખ્લૂક (સર્જન) નથી

અલ્લાહ તઆલા કહે છે : (જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, જેથી કરીને તે (શાંતિથી) અલ્લાહનો કલામ સાંભળી શકે..... ) (સૂરે તોબા : ૬ )

જ : આપ ﷺ ની દરેક વાત અથવા કાર્ય અથવા જે કાર્ય આપની સમક્ષ થયું હોય અથવા નૈતિકગુણને સુન્નત કહે છે.

જ : તે દરેક વસ્તુ જે લોકોએ દીનમાં નવીનતા કરી હોય અને જે ﷺ ના સમયમાં તેમજ તેમના સહાબાઓના સમયે તે ન હતું .

તે કબૂલ કરવામાં નહિ આવે જો કે તેને રદ કરી દેવામાં આવશે,

આપ ﷺએ કહ્યું : "દરેક નવું કાર્ય (દિનમાં) ગુમારાહી છે." અબૂ દાવૂદ

તેનું ઉદાહરણ : ઇબાદતમાં વધારો કરવો : વુઝુ કરતી વખતે અંગોને ધોવામાં ચોથી વખતનો વધારો કરવો, અને આપ ﷺ ના જન્મદિવસના નામ પર જલ્સો કરવો, જે આપ ﷺ અને આપના સહાબાઓએ ક્યારેય આવું નથી કર્યું.

અલ્ વલાઅ : મોમીન સાથે મુહબ્બત કરવી અને તેની મદદ કરવી.

અલ્લાહ તઆલા કહે છે : ૭૧- ઈમાનવાળા પુરુષ અને ઈમાનવાળી સ્ત્રીઓ એક-બીજાના મિત્રો છે..... ) (સૂરે તોબા : ૭૧ )

અલ્ બરાઅ : કાફિરોથી નફરત અને તેમનાથી દુશ્મની કરવી

અલ્લાહ તઆલા કહે છે : (મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે કે તેઓએ પોતાની કોમથી ખુલ્લુ કહીં દીધુ કે અમે તમારાથી અને જેમની પણ તમે અલ્લાહના સિવાય બંદગી કરી રહ્યા છો તે બધાથી તદ્દન અલિપ્ત છીએ, અમે તમારા (શ્રધ્ધાઓના) ઇન્કારી છે, જ્યાં સુધી તમે એકેશ્ર્વરવાદ પર ઇમાન ન લાવો, અમારા અને તમારામાં હંમેશા માટે વેર અને દુશ્મની ઉભી થઇ ગઇ, (સૂરે મુમતહીના: ૪ )

જ: ઇસ્લામ વગર બીજો કોઈ દીન કબુલ કરવામાં નહિ આવે,

અલ્લાહ તઆલા કહે છે અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહી આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.૮૫ સૂરે આલિ ઇમરાન : ૮૫

જ : વાત વડે કુફરનું ઉદાહરણ : અલ્લાહ તઆલા અને તેના રસૂલﷺ ને ગાળો આપવી.

અમલ વડે કુફરનું ઉદાહરણ : કુરઆનનું અપમાન કરવું અને અલ્લાહને છોડીને અન્ય માટે સિજદો કરવું.

માન્યતા વડે કુફરનું ઉદાહરણ: આવી માન્યતા ધરાવવી કે દુનિયામાં અલ્લાહ સિવાય બીજો કોઈ અધિકાર ધરાવે છે અથવા અલ્લાહ સિવાય બીજો પણ સર્જન કરવાવાળો છે,

જ :

૧. અન્ નિફાકુલ્ અકબર : (દિલમાં) કુફરને છુપાવીને રાખવું અને ઈમાન જાહેર કરવું

અને કુફરે અકબરનાં કારણે તે ઇસ્લામ માંથી નીકળી જશે.

અલ્લાહ તઆલા કહે છે. નિ:શંક, મુનાફિક લોકો તો જહન્નમના સૌથી નીચલા ભાગમાં જશે, તમે તેમની મદદ કરવાવાળા કોઈને નહિ જુઓ.૧૪૫ (સૂરે નિસા : ૧૪૫ )

૨. અન્ નિફાકુલ્ અસગર

ઉદાહરણ તરીકે : જુઠ્ઠું બોલવું, વચનભંગ કરવું, અમાનતમાં ખિયાનત કરવી.

નિફાકે અસગરના કારણે તે ઇસ્લામ માંથી નીકળતો તો નથી પરંતુ તે ગુનોહ કરી રહ્યો છે અને એવો ગુનોહ જેના કારણે તેને સજા જરૂર મળશે .

આપ ﷺ એ કહ્યું : મુનાફિકની ત્રણ નિશાનીઓ છે : જ્યારે વાત કરે તો જુઠ્ઠું બોલે, જ્યારે વચન આપે તો વચનભંગ કરે અને જ્યારે તેની પાસે અમાનત રાખવામાં આવે તો તે ખિયાનત કરે. આ હદીષને બુખારી અને મુસ્લિમે રિવાયત કરી છે.

મુહમ્મદ ﷺ છેલ્લા નબી અને પયગંબર છે.

અલ્લાહ તઆલાએ કહ્યું : (હે લોકો !) કોઇ પુરુષના પિતા મુહમ્મદ નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે, અને દરેક પયગંબરમાંના છેલ્લા છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણે છે.૪૦ (સૂરે અહ્ઝાબ : ૪૦ ) અને આપ ﷺ એ કહ્યું : હું છેલ્લો નબી છું મારા પછી કોઈ નબી નહિ આવે. આ હદીષને અબૂદાવૂદ અને તિર્મિઝી તેમજ અન્ય આલીમોએએ રિવાયત કરી છે

જ : મુઅજિઝો : તે દરેક વસ્તુઓ જે અલ્લાહ તરફથી પયગંબરોને આદત વિરુદ્ધ પોતાની સચ્ચાઈ માટે આપી હતી. જેમ કે

આપ ﷺ માટે ચંદ્રના બે ટુકડા થવા

મૂસા عَلَيْهِ السَّلَامُ માટે સમુન્દરને વિભાજીત કરી, તેમાં ફિરઓન અને તેના સૈનીકોનું ડૂબી જવું.

જ: સહાબી : જેમને ઈમાનની સ્થિતિમાં આપ ﷺ સાથે મુલાકાત કરી હોય અને ઇસ્લામ પર જ મૃત્યુ પામ્યા હોય.

અમે તેમનાથી મુહબ્બત કરીએ છીએ અને તેમનું અનુસરણ પણ કરીએ છીએ, અને તેઓ પયગંબરો પછી લોકો કરતા શ્રેષ્ઠ છે.

તેમના માંથી શ્રેષ્ઠ : ચાર ખુલફા :

અબૂબકર رَضِيَ اللَّهُ عَنْهُ

ઉમર رَضِيَ اللَّهُ عَنْهُ

ઉષ્માન رَضِيَ اللَّهُ عَنْهُ

અલી رَضِيَ اللَّهُ عَنْهُ

જ: આપ ﷺ પવિત્ર પત્નીઓને કહે છે,

અલ્લાહ તઆલાએ કહ્યું : પયગંબર, ઈમાનવાળાઓ કરતા વધારે અધિકાર ધરાવે છે અને પયગંબરની પત્નીઓ ઈમાનવાળાઓની માતા છે સૂરે અહઝાબ :

જ :- અમે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમની સંભાળ રાખીએ છીએ અને તેમની સાથે નફરત કરીએ છીએ, જેઓ તેમને નફરત કરે છે અને તેમનાં વિષે હદ નથી વટાવતા, અને તેમાં તેમની તે પત્નીઓ, તેમના તે સંતાનો, બનૂ હાશિમના તે લોકો અને બનૂ અલ-મુત્તલિબનાં તે લોકોનો સમાવેશ થાય છે, જે લોકો મોમિન હોય.

આપણી ફરજો : તેમની ઇઝ્ઝત, તેમની વાતોનો સ્વીકાર, તેમની અવજ્ઞા કર્યા વગર તેમનું અનુસરણ કરવું, તેમના વિરુદ્ધ બળવો ન કરવો જોઈએ, અને છુપી રીતે તેમને દુઆ અને શિખામણ આપતા રહેવું.

જ: જન્નત, અલ્લાહ તઆલા કહે છે. જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે ...... સૂરે મુહમ્મદ: ૧૨

જ: જહન્નમ, અલ્લાહ તઆલા કહે છે : તો પછી (જહન્નમની) આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર હશે, જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. ૨૪ સૂરે બકરહ : ૨૪

જ: ખોફ : અલ્લાહથી અને તેના અઝાબથી ડરવું

રજાઅ : અલ્લાહથી સવાબ, માફી અને તેની રહેમતની આશા રાખવી.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે : જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોણ વધારે નજીક થઇ જાય, તે પોતે અલ્લાહની કૃપાની આશા રાખે છે અને તેની યાતનાથી ભયભીત રહે છે. (વાત આવી જ છે) કે તમારા પાલનહારની યાતના ભયભીત કરી દેનારી છે.૫૭ [સૂરે અલ્ ઈસ્રા: ૫૭]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું.૪૯ અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે. ૫૦} [સૂરે અલ્ હિજર: ૪૯-૫૦]

જ- અલ્લાહ, અર્ રબ, અર્ રહમાન, અસ્ સમીઅ, અલ્ બસીર, અલ્ અલીમ, અર્ રઝ્ઝાક, અલ્ હય્ય, અલ્ અઝીમ.... આ સિવાય પણ ઘણા પવિત્ર નામ અને ગુણો કુરઆન અને હદીષમાં વર્ણન થયા છે.

અલ્લાહ : જેનો અર્થ થાય છે, ઈલાહ, મઅબૂદ (ઈબાદતને લાયક) તે એકલો જ છે, તેનો કોઈ શરિક (ભાગીદાર) નથી.

અર્ રબ : (પાલનહાર) અર્થાત પેદા કરનાર, માલિક, રોજી આપનાર, વ્યવસ્થા કરનાર, તે એકલો જ છે, તે પવિત્ર અને પાક છે.

અસ્ સમીઅ: (બધું જ સાંભળવાવાળો) જેની સમાઅતે (સાભળવાની શક્તિ) દરેક વસ્તુનો ઘેરાવ કરી રાખ્યો છે, અને તે દરેક પ્રકારની વિવાદિત અને વિવિધ પ્રકારની અવાજ સાંભળે છે.

અલ્ બસીર: જે દરેકને જોઈ રહ્યો છે, અને દરેક નાની અને મોટી વસ્તુઓને જોઈ રહ્યો છે,

અલ્ અલીમ: (બધું જ જાણવાવાળો) તેના ઈલ્મે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની દરેક વસ્તુઓને ઘેરાવમાં લઇ રાખી છે,

અર્ રહમાન: અત્યંત દયાળુ, જેની રહમત દરેક જીવંત પ્રાણી પર વિસ્તરે છે, અને તમામ જીવો અને સર્જન તેની દયા હેઠળ છે.

અર્ રાઝિક: રોજી આપનાર: જે મનુષ્યો, જીન અને તમામ પ્રાણીઓ સહિત તમામ જીવો ને રોજી આપે છે.

અલ્ હય્ય : (જીવિત) જે મૃત્યુ નહીં પામે, તે જીવિત છે, અને દરેક સર્જન મૃત્યુ પામશે.

અલ્ અઝીમ: મહાન, તે જેની પાસે તેના નામ, લક્ષણો અને ક્રિયાઓમાં સંપૂર્ણતા અને મહાનતા છે.

જ- અમે તેમનાથી મુહબ્બત કરીએ છીએ, અને અમે મસઅલા મસાઈલ અને શરીઅત બાબતેનું ઇલ્મ તેમનાથી જ મેળવીએ છીએ, અને અમે તેમને ભલાઈના કામોમાં જ યાદ કરીએ છીએ, અને જેઓ અન્યથા તેમનો ઉલ્લેખ કરે છે તેઓ ખરાબ છે, તેઓ ગેરમાર્ગે છે.

અલ્લાહ તઆલા કહે છે: {જે લોકો તમારા માંથી ઈમાન લાવ્યા અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે, અલ્લાહ તેમના દરજ્જા બુલંદ કરશે, અને અલ્લાહ તમારા દરેક કામની ખબર રાખે છે. ૧૧} [સૂરે અલ્ મુજાદિલહ: ૧૧].

જ- જે પરહેજગાર મોમિનો છે.

અલ્લાહ તઆલા કહે છે : {યાદ રાખો ! અલ્લાહના મિત્રો માટે ન કોઈ આપત્તિ છે અને ન તો તેઓ નિરાશ થશે. ૬૨ આ તે લોકો છે જેઓ ઇમાન લાવ્યા અને પરહેજગાર બનીને રહ્યા.૬૩} [સૂરે યૂનુસ: ૬૨-૬૩].

જ- ઈમાન કોલ, અમલ અને એઅતિકાદનું નામ છે. (જબના વડે કહેવું, અમલ કરીને બતાવવું અને માન્યતા પણ રાખવી.)

જ- આજ્ઞાપાલન કરવાથી ઈમાનમાં વધારો થાય છે અને ગુનાહનાં કામ કરવાથી ઈમાનમાં ઘટાડો થાય છે.

અલ્લાહ તઆલા કહે છે : {સાચા મોમિન તો એ લોકો છે કે જ્યારે તેમની સામે અલ્લાહ તઆલાના નામનો ઝિકર કરવામાં આવે તો તેઓના હૃદય ધ્રુજી ઉઠે છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો તેઓના ઈમાન વધી જાય છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.૨} [સૂરે અલ્ અન્ફાલ: ૨].

જ- તમે બંદગી એવી રીતે કરો, જેવું કે અલ્લાહને જોઈ રહ્યા છો, અને જો તમે તેને જોઈ નથી શકતા તો તે તો તમને જોઈ જ રહ્યો છે.

જ- તેની બે શરતો છે:

૧- તે અમલ ફક્ત અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે કર્યો હોય.

૨- તે અમલ નબી ﷺ ની સુન્નત પ્રમાણે હોય.

જ- સ્ત્રોત અપનાવતા ફાયદો પહોચવામાં અને નુકસાન દુર કરવામાં અલ્લાહ પર ભરોસો હોવો જોઈએ.

અલ્લાહ તઆલા કહે છે: {અને જે અલ્લાહ પર ભરોસો કરશે તો તે તેના માટે પુરતો છે...} [સૂરે અત્ તલાક: ૩].

{હસ્બુહુ} : અર્થાત્ કાફી, પુરતો થઇ જશે.

જ- અલ્ મઅરૂફ: અલ્લાહના અનુસરણ દરેક કાર્ય,

અલ્ મુન્કર: અલ્લાહની અવજ્ઞાનાં દરેક કાર્ય.

અલ્લાહ તઆલા કહે છે: {(મુસલમાનો) તમે જ ઉત્તમ જૂથ છો, જેને લોકોના (સુધારા અને હિદાયત માટે) બનાવવામાં આવી છે, તમે સદકાર્યનો આદેશ આપો છો અને ખરાબ વાતોથી રોકો છો અને અલ્લાહ તઆલા પર ઇમાન રાખો છો....} [સૂરે આલિ ઇમરાન: ૧૧૦].

જ- આ તે લોકો છે, જે જબનાથી, અમલ કરવામાં અને જેમનો અકીદો અલ્લાહના રસૂલ ﷺ એ અને સહાબાઓનાં તરીકા પ્રમાણે હોય.

અહલે સુન્નત તે લોકોને કહેવામાં આવે છે: જેઓ અલ્લાહના રસૂલ ﷺ ની સુન્નત પ્રમાણે અનુસરણ કરે અને બિદઅતને છોડી દે.

વલ્ જમાઅત: જે લોકો હક પર ભેગા થઇ જાય અને તેમાં વિવાદ ન કરે.